Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરના વસઇ ગામે પાંચ ઇંચ વરસાદ

જામનગરના વસઇ ગામે પાંચ ઇંચ વરસાદ

પડાણામાં ત્રણ ઇંચ: મોટી બાણુગર અને વાંસજાળિયામાં બે-બે ઇંચ વરસાદ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મોંઘેરા મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. જામનગર શહેર જિલ્લામાં પણ છેલ્લાં બે દિવસથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેઓ નજારો જોવા મળી રહ્યો છે. લોકોએ લોકોએ અસહ્ય ગરમીનો સામનો કર્યા બાદ બે દિવસથી જામનગર પંથકમાં વરસી રહેલાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં છેલ્લાં એકાદ સપ્તાહથી વાતવરણમાં પલટો થયા બાદ આકાશમાં ઘટ્ટાટોપ વાદળોનો જમાવડો રહ્યો હતો. જેમાં છેલ્લાં બે દિવસથી ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. જામનગર જિલ્લામાં તેજ પવન સાથે ધીમી ધારે શરૂ થયેલનં મેઘરાજાએ એક ઇંચ સુધી પાણી વરસાવ્યું હતું. તેના કારણે માર્ગો પાણી પાણી થઇ ગયા હતાં.

છેલ્લાં 24 કલાક દરમ્યાન જામજોધપુર તથા જામનગરમાં એક-એક ઇંચ, જોડિયા તથા લાલપુરમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસીમાંથી મળેલ આંકડાઓ અનુસાર જામનગર તાલુકાના વસઇ ગામે છેલ્લાં 24 કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પડાણામાં 3 ઇંચ, મોટીબાણુગરમાં બે ઇંચ, વાંસજાળિયામાં બે ઇંચ, ફલ્લા, જામવંથલી, દરેડ, શેઠવડાળા, પરડવા, ભલસાણ બેરાજામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ ભણગોર તથા ડબાસંગમાં દોઢ-દોઢ ઇંચ તેમજ લાખાબાવળમાં પણ દોઢ ઇંચ પાણી વરસયું હતું.

ધુતારપૂર, હડિયાણા, બાલંભા, પીઠળ, લતીપુર, ખરેડી, મોટાવડાળા, નવાગામ, ધુનડા, ધ્રાફા, પીપરટોડા, સહિતના ગામડાંઓમાં પણ વરસાદી ઝાંપટા જોવા મળ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular