જામનગર શહેરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.15350 ની રોકડ રકમ અને રૂા.75000 ની કિંમતના ત્રણ બાઈક મળી કુલ રૂા.90,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પાણાખાણ વિસ્તારમાં લહેરી પાન પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની એલસીબીના દોલતસિંહ જાડેજા અને ઘનશ્યામ ડેરવાડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીએસઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ ટીમે રેઈડ દરમિયાન સુભાષ છગન શાહ, કૌશિક હીરાલાલ શાહ, મનસુખ મોહન નંદા, જગદીશ ઉર્ફે જગો નરશી ચાંદ્રા ભાનુશાળી, રમણિક રણછોડદ નંદા નામના પાંચ શખ્સોને રૂા.15,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે તથા રૂા.75000 ની કિંમતના ત્રણ મોટરસાઈકલ મળી કુલ રૂા.90,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


