જામનગર શહેરમાં સમર્પણ સર્કલથી મહાકાલ સર્કલ માર્ગ પર આવેલા ફાર્મહાઉસમાંથી દારૂની મહેફીલ માણતા પાંચ વ્યક્તિઓને સિટી સી ડીવીઝન પોલીસે પીધેલી હાલતમાં ઝડપી લઇ તેમની પાસેથી બે બોટલ કબ્જે કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણલ સર્કલથી મહાકાલી સર્કલ રોડ પર આવેલા ફાર્મહાઉસમાં ઈંગ્લીશ દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે સિટી સી ના પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.એ.પરમાર, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન પાંચ વ્યક્તિઓને પીધેલી હાલતમાં દારૂની મહેફીલ માણતા રંગે હાથ ઝડપી લઇ તેમની પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલો કબ્જો કરે પાંચેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાતા શહેરમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગયો હતો.