Friday, December 26, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પતંગ ઉડાડવાની ઉજવણીમાં પાંચ કબૂતરોના મોત

જામનગરમાં પતંગ ઉડાડવાની ઉજવણીમાં પાંચ કબૂતરોના મોત

જુદી-જુદી પ્રજાતિના 60 જેટલા પક્ષીઓ ઘાયલ : ઘવાયેલા પક્ષીઓની સારવાર કરાઇ

જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વના દિવસે અબોલ પક્ષીઓ માટે દિવસ કષ્ટદાયક નિવડયો હતો. જેમાં પાંચ કબુતરોના કરૂણ મોત નિપજયા હતાં અને જુદી-જુદી પ્રજાતિના 60 થી વધુ પક્ષીઓ ઘાયલ થવાથી સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન જામનગર શહેરમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, લાખોટા નેચર ક્લબ, એનીમલ હેલ્પલાઇન, જીવ સેવા ફાઉન્ડેશન, તેમજ ખીજડીયા મરીન ફોરેસ્ટ વગેરે દ્વારા પક્ષીઓને બચાવવા માટેનું કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને શહેરના જુદા જુદા સ્થળો પર પક્ષીઓની સારવાર માટેના હંગામી ટેન્ટ ઉભા કરી દેવાયા હતા. જેના અનુસંધાને સમગ્ર દિવસ દરમિયાન કુલ 60 જેટલા ઘાયલ પક્ષીઓ સારવાર કરાવવા માટે આવ્યા હતા. જેમાં 55 કબુતર, બે કુંજ (કોમન ક્રેન), 2 સિગલ, અને 1 પોપટ નો સમાવેશ થાય છે.

જુદા જુદા સ્થળ પર હાજર રહેલી ટીમ દ્વારા તમામ પક્ષીઓને જરૂરી સારવાર આપી દેવામાં આવી છે, અને તેઓને બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત પતંગની દોર ના કારણે પાંચ કબૂતરો કે જેઓને બચાવી શકાયા નથી, અને તેઓ મોતની શરણ માં પહોંચી ગયા છે. શહેરની એનજીઓ સંસ્થા ફોરેસ્ટ વિભાગની ટીમ વગેરેએ સવારે 8 વાગ્યા થી મોડી સાંજ સુધી કરુણા અભિયાન હાથ ધર્યુ હતું, અને ઘાયલ પક્ષીઓ ની સારવાર કરીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જામનગરમાં ઉત્તરાયણની ઉજવણીમાં પતંગની મજા નિર્દોષ પક્ષીઓને ઇજા પોહચાડે તો તેને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવી શકાય તેવા શુભહેતું સર લાખોટા નેચર કલબ દ્વારા જીવદયાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. લાખોટા નેચર કલબ દ્વારા શહેરના ડી.કે.વી. સર્કલ , સાધના કોલોની સહિત અનેક સ્થળોએ સ્ટોલ નાખી જે જગ્યા એ પક્ષી ઇજા પામે તેને યુદ્ધના ધોરણે સારવાર પુરી પાડવામાં આવી હતી. સંસ્થાના આકાર્યમાં પ્રમુખ જગત રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત, મંત્રી ભાવિક પારેખ, શબીર વીજળીવાલા,જય ભાયાણી, મયુર નાખવા, મંયક સોની અને વૈભવ ચુડાસમા, ભૌતિક સાંગણી વિગેરે હાજર રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular