Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઅસહ્ય બફારા વચ્ચે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી

અસહ્ય બફારા વચ્ચે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી

ચોમાસું સીસ્ટમ નબળી પડી હોવાને કારણે ભારે અને વ્યાપક વરસાદની સંભાવના ઓછી

- Advertisement -

વિક્રમ સંવતના સૌથી મોટા જેઠ માસના પ્રારંભ સાથે જ મૅઘરાજાના 4 આગમનની પણા છડી પોકારાઈ ગઈ છે. ચોમાસાની ઝકતુના ચાર માસ પકી 1 જેઠ માસના પ્રારંભ સાધે જ હવામાન ખાતાએ પણ આગામી પાંચ દિવસ સુઘી દક્ષિણા ગુજરાત, સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદમાં વરસાદની કોઈ આગાહી નથી. ઉલ્ટાનું ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકો પરસેવે રેબઝેબ બની ગયા છે. અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકોને મંઝારાનો અનભવ થઈ રહ્યો છે.

- Advertisement -

હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે બાકીના વિસ્તારમાં અને કચ્છમાં વાતાવરણ સુકું રહેશે. પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાશે. તા.૧૪- હળવાથી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ તા.૧૪થી ૧૫- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, પોરબંદર અને જુનાગઢ તા.૧૫થી ૧૬- ગાજવીજ સાથૅ હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવ તા.૧૬થી ૧૭- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દ્રારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અનં દીવ તા.૧ ૭થી ૧૮- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાધ, કચ્છ અને દીવ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular