ગુજરાતમાં તાઉતે વાવાઝોડાના પરિણામે કરોડોનું નુકશાન થયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલ નુકશાન અંગે સરકાર દ્રારા સહાય કરવામાં આવી છે. પરંતુ રાજ્યના માછીમારોને સહાયથી વંચિત રહી ગયા હોવાનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ઉઠ્યો હતો. ત્યારે રાજ્યકક્ષાના પ્રધાન પરસોતમ સોલંકીએ પોતાની જ સરકારને કહ્યું હતું કે સરકાર દ્રારા માછીમારો માટે સહાય કરવામાં આવી નથી.
રાજ્યકક્ષાના પ્રધાન પરસોતમ સોલંકીએ જણાવ્યું છે કે ગુજરાતના માછીમારોને તાઉતેમાં ઘણું નુકશાન થયું છે. પરંતુ તેના વળતર અંગે સરકાર દ્રારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેના જવાબમાં આજે રોજ રાજ્ય સરકાર દ્રારા કહેવામાં આવ્યું છે કે માછીમારોને પણ 17.50 કરોડની સહાય કરવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ આ અંગે જણાવ્યું છે કે માછીમારોને પુરતી સહાય કરવામાં આવી છે.
તેઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે પૂર્ણ નુકસાની પામેલ બોટના કીસ્સામાં કુલ 113 માછીમારોને 3 કરોડની સહાય કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બોટ અને બોટજાળ જેવી સાધણસામગ્રી પેટે રૂ.10 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.