કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના હેઠળ સ્માર્ટ મિટર પ્રોજેકટ હેઠળ પીજીવીસીએલ દ્વારા પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગરમાં પ્રથમ સ્માર્ટ મિટર પીજીવીસીએલ અધિક્ષક ઇજનેરના ઘરથી લગાડવાની શરુઆત કરાઇ હતી.જામનગર સર્કલ હેઠળ પાયલોટ પ્રોજેકટ તરીકે જામનગરમાંથી સૌપ્રથમ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારોમાં સ્માર્ટ મિટરની કામગીરીની શરુઆત કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર વાય.આર. જાડેજાના રહેઠાણના વિજ મિટરને સ્માર્ટ પ્રિપેડ મિટર તરીકે પ્રસ્થાપિત રવામાં આવ્યું હતું. સ્માર્ટ મિટરના ઘણા ફાયદાઓ છે જેમ કે, ઉર્જા વપરાશ પર વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરે છે. આનાથી ઉર્જાનો વ્યય ઘટાડવામાં અને બિલને ઘટાડવામાં મદદ મળી શકે છે. મેન્યુઅલ મિટર રિડીંગની જરુરીયાત દૂર કરે છે અને આપમેળે પીજીવીસીએલને મિટર ડેટા મોકલે છે. અંદાઝિત બિલનું જોખમ ઘટાડે છે. આમ સ્માર્ટ મિટરના ફાયદાથી લોકોને માહિતી આપીને સ્માર્ટ મિટર લગાડવાની શુભ શરુઆત જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર વાય.આર. જાડેજાના રહેણાંકથી શરુ કરાઇ હતી. આ તકે પીજીવીસીએલ સ્માર્ટ મિટરની પુરી ટીમ હાજર રહી હતી.