જામનગરમાં ચાલી રહેલી ધોરણ 12 ની પરીક્ષામાં કેન્દ્ર નંબર 691ના બિલ્ડીંગ નંબર-1 જીએસ મહેતા કન્યા વિદ્યાલયમાં ભૂગોળના વિષયમાં એક કેસ સામે આવ્યો છે. ઉપરોક્ત પરીક્ષા ખંડમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની પૂર્ણાબા પ્રતાપસિંહ ગોહિલ કે જે ભૂગોળના વિષયની અપેક્ષિત માંથી પેપર લખતા 11.15 વાગ્યાના અરસામાં ખંડ નિરીક્ષણ મીનાક્ષીબેન પટેલ ના હાથે પકડાઈ હતી. જેથી તેની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે, અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોપીનો પ્રથમ કેસ સામે આવ્યો છે.