Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઆઇટી એકટની કલમ-66એ હેઠળ નોંધાયેલી તમામ એફઆઇઆરનું સૂરસુરિયું

આઇટી એકટની કલમ-66એ હેઠળ નોંધાયેલી તમામ એફઆઇઆરનું સૂરસુરિયું

આ કલમમાં ‘વાંધાજનક’ શબ્દની વ્યાખ્યા જ ન હતી!: સુપ્રિમે 7 વર્ષ પહેલાં આ કલમ રદ કરેલી

- Advertisement -

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે તમામ રાજ્ય સરકારો અને પોલીસ વડાઓને તાકીદ કરી છે કે સુપ્રીમ કોર્ટે રદ કરેલી ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) એક્ટની કલમ 66એ હેઠળ દાખલ કરવામાં આવેલા તમામ કેસ પાછા ખેંચો અને આ કલમ હેઠળ કોઈ નવો કેસ દાખલ ન કરવો. સુપ્રીમ કોર્ટે રદ થયેલી કલમ હેઠળ હજારો કેસ નોંધાતા હોવાની હકીકત જાણીને આઘાત તથા આક્રોશ વ્યક્ત કર્યો તેના ગણતરીના દિવસોમાં સરકાર તરફથી આ આદેશ કરવામાં આવ્યો છે.

યુનિયન ફોર પીપલ્સ લિબર્ટીઝ નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દેશના 11 રાજ્યોમાં આવા 229 કેસ કોર્ટોમાં પેન્ડીંગ છે અને પોલિસે આ કલમ હેઠળ નવા 1,309 કેસ દાખલ કર્યા છે. 5 જુલાઈના રોજ આ માહિતી મળવાથી સુપ્રીમ કોર્ટની જસ્ટિસ રોહીન્ટન એ. નરીમાનના વડપણ હેઠળની બેન્ચ ચોંકી ઉઠી હતી અને ટીકા કરી હતી કે આ શું ચાલી રહ્યું છે? આ તો ભયાવહ આઘાતજનક અને વ્યથિત કરનારું છે! ત્યારબાદ બેન્ચે સરકારને એક અઠવાડિયામાં કાયદાની કલમ 66એ હેઠળ કોઈ પોલીસ મથક એફઆઇઆર દાખલ ન જ કરી શકે એ માટે શું પગલાં લીધાં છે તેનો રીપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરવા આદેશ કર્યો હતો.

કેમ રદ કરી કલમ 66એની જોગવાઈ? આઇટી એક્ટની કલમ 66એમાં એવી જોગવાઈ હતી કે કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક, ઉશ્કેરનારી અને ભય પમાડનારી પોસ્ટ મૂકે તો પોલીસ તેની ધરપકડ કરી શકે. તેમાં વાંધાજનક શબ્દ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો ન હોવાથી પોલીસ દ્વારા તેનો વ્યાપક દુરુપયોગ થતો હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટે આ કલમ રદ્દ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં દેશદ્રોહના કાયદાને પડકારવામાં આવ્યો છે. ભારતીય સેનાના વયોવૃદ્ધ મેજર જનરલ એસ.જી. વોમ્બટકેરે(સેવા નિવૃત્ત) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું હતું કે દેશદ્રોહના અપરાધ સાથે સંબંધિત 124એ સંપૂર્ણપણે અસંવૈધાનિક હોવાથી તેને હટાવી દેવી જોઇએ.આઇટીની કલમ 124એ (દેશદ્રોહ)ની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજી પર ચર્ચા માટે સુપ્રીમ કોર્ટે પણ સંમતિ દર્શાવી છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્ના, ન્યાયર્મૂતિ એ.એસ.બોપન્ના અને ન્યાયર્મૂતિ ઋષિકેશ રોયની ખંડપીઠે આ અંગે સુનાવણી હાથ ધરતાં અરજીકર્તાને ભારતના એટર્ની જનરલને અરજીની કોપી આપવાનો આદેશ કર્યો હતો.

ચંડીગઢ હરિયાણા પોલીસે 11 જુલાઈના રોજ સિરસામાં હરિયાણાના ડેપ્યુટી સ્પીકર રણબીર ગંગવાના સત્તાવાર વાહનો પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડવાના આરોપ સાથે પ્રદર્શનકારી ખેડૂતોના એક જૂથ સામે રાજદ્રોહનો કેસ લાગુ કરવામાં આવ્યો હતો. કેન્દ્રના ખેડૂત કાયદા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. સિરસાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ સમર્થન આપ્યું હતું કે આઈપીસીની કલમ 124એ હેઠળ આરોપીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે, અને હાલમાં તપાસ ચાલી રહી છે જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular