ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કલાકાર મુનમુન દત્તા ઉર્ફે બબીતા વિવાદોમાં ઘેરાયેલી છે. થોડા દિવસો પહેલા તેણીએ પોતાના એક વિડીઓમાં એક જ્ઞાતિ વિષે અપમાનજનક શબ્દો બોલતા સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થઇ હતી. સુરત વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા સામે ફરિયાદ દાખલ થાય તે માટે સ્વાભિમાન સંસ્થા સંગઠને માંગણી કરી છે.
થોડા દિવસો અગાઉ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કલાકાર મુનમુન દત્તાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો વીડિયોમાં તેમને કહ્યું હતું કે મારો એક વિડીયો આવવાનો છે જેમાં હું સારી દેખાવા માંગુ છું અને આગળ તેણીએ વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દો વીડિયોમાં બોલ્યા હતા વિડીયો વાયરલ થયા બાદ મુનમુન દત્તા સામે રોષ ફાટી નીકળ્યો હતો અને આ બાબતે ગઈ 12 તારીખે સુરત વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા સામે ફરિયાદ દાખલ કરવા માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા સ્વાભિમાન સંગઠન સંસ્થાના આગેવાનોએ મુનમુન દત્તા સામે જ્યાં સુધી ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી ભૂખ હડતાળનો નિર્ણય લીધો હતો અને આજથી તેઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે.
સુરતમાં રામપુરા હળકાશ માતાના મંદિર પાસે વાલ્મિકી સમાજના અગ્રણી કિરીટ વાઘેલા અને રીતેશ સોલંકી અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી મુનમુન દત્તા સામે ગુનો દાખલ ન થાય ત્યાં સુધી તેમણે ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી છે.