જામનગર શહેરમાં આવેલા પાછળા તળાવમાં યુવાન ડૂબતો હોવાની જાણના આધારે ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ યુવાનને પાણીમાંથી જીવિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પીઠડિયા ડ્રાઈવિંગ સ્કુલની સામે આવેલા પાછલા તળાવમાં આજે સવારે કોઇ યુવાન ડૂબતો હોવાની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તળાવમાંથી જગદીશભાઈ વેરશીભાઈ ભાનુશાળી (ઉ.વ.45) નામના યુવાનને જીવિત બહાર કાઢી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.