જામનગરમાં આવેલ હાપા ગામે યોગેશ્વર ધામની બાજુમાં રહેતા એક વૃદ્ધા પોતાની વાડીએ આવેલ કુવામાં પડી જતા આ અંગે જામનગર ફાયર ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને વૃદ્ધાને કુવા માંથી બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
હાપા વિસ્તારમાં આવેલ યોગેશ્વર ધામ, બચુ મહારાજ ની વાડી નજીક રહેતા કુસુમબેન નટવરલાલ કેવલીયા (ઉ.વ.70) પોતાની વાડીએ હોય અને અકસ્માતે કુવામાં પડી ગયા હતા. બાદમાં ફાયર રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને કુવા માંથી વુદ્ધાને જીવતા બહાર કાઢી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ફાયર સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી, ફાયર ઓફિસર ભરત ગોહેલ, મયંક ડાભી, વિશાલ ચાવડા વગેરે દ્વારા કરવામાં આવી હતી.