જામનગરમાં દરેડ ફેઝ3 માં આવેલ અર્જન ઇન્ડસટ્રીઝમાં સલ્ટ્રાસોનિક મશીનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને પરિણામે કારખાનામાં રહેલ ફર્નીચર સહિતનો સામાન આગની લપેટમાં આવીજતા નુકશાન પહોચ્યું હતું જોકે સદનશીબે કોઈ જાનહાની થઇ ન હતી.