જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલ કલ્યાણ ચોક વિસ્તારમાં આવેલ એચ.પી. ટ્રેડિગ નામની સાબુની દુકાનમાં આગ લાગતા લોકોના ટોળા એકઠા થયા હતા. કાસમભાઇ યાકુબભાઇની માલિકીની દુકાનમાં અકસ્માતે આગ લાગતા દુકાનમાં રહેલ સાુબ, પીપર, બિસ્કીટ, બાકસ, મેગી સહિતની વસ્તુઓનો જથ્થો આગની લપેટમાં આવ્યો હતો. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.