જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારના છેડે આવેલ શાંતિનગર, શેરી નંબર એકમાં આવેલા મકાનમાાં આજે બપોરે અકસ્માતે આગ લાગી હતી. આગના પરિણામે રહેવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ઘરમાં રહેલી ઘરવખરીને નુકશાની પહોંચી હતી. સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળી રહ્યું છે.


