Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકચ્છ-માલવણ હાઈવે ઉપર 2 ટેન્કર વચ્ચે અકસ્માત, 6 વાહનોમાં આગ

કચ્છ-માલવણ હાઈવે ઉપર 2 ટેન્કર વચ્ચે અકસ્માત, 6 વાહનોમાં આગ

- Advertisement -

કચ્છ-માલવણ હાઈવે ઉપર હરીપરના પાટીયા પાસે 2 ટેન્કર વચ્ચે અકસ્માત થવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની છે.
અકસ્માત બાદ ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી અને ભારે દોડધામ મચી ગઈ હતી. તે સાથે જ ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય 5 વાહનો પણ તેની હડફેટે આવ્યા હતા અને તેમાં પણ આગ લાગી ગઈ હતી. આમ કુલ 6 વાહનોમાં આગ લાગવાના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

- Advertisement -

દુર્ઘટના અંગેની જાણ થયા બાદ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદના ફાયર ફાઈટર્સે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને પગલે બંને તરફ આશરે 5 કિમી લાંબી વાહનોની લાઈન લાગી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની આશંકા જણાઈ રહી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા સાથે વાહન વ્યવહારને પૂર્વવત કરવા માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular