Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહડિયાણા ગામમાં પવનચકકીમાં શોર્ટ સર્કિટથી આગ

હડિયાણા ગામમાં પવનચકકીમાં શોર્ટ સર્કિટથી આગ

જામનગર શહેરમાં ગુલાબનગરમાં ગેસસીલીન્ડરમાં આગ : એરફોર્સ ગેઈટ પાસે સુકાઘાસમાં આગ : ફાયર વિભાગે આગ સમયસર કાબુમાં લેતા મોટી દુર્ઘટના ટળી

- Advertisement -

જામનગરના હડિયાણા ગામની સીમ વિસ્તારમાં પવનચકકીમાં આગ લાગતા જામનગરની ફાયર વિભાગની ટીમે 35 ફુટ ઉંચે સુધી પાણીનું ફાયરીંગ કરી આગને કાબુમાં લીધી હતી. જામનગર શહેરના ગુલાબનગરમાં રહેણાંક મકાનમાં ગેસના બાટલામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમે આગને બુઝાવી હતી. જામનગર શહેરના એરફોર્સ ગેઈટ પાસે સુકાઘાસમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે આગને સમયસર કાબુમાં લેતા મોટી દુર્ઘટનાઓ ટળી હતી.

- Advertisement -

આગના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડિયાણાં ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં ગઈકાલે સવારે 9:30 વાગ્યે અકસ્માતે સોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અંદર વાયરિંગ સળગવા લાગ્યું હતું. જે આગની ગરમીના કારણે પવનચક્કીની બહારની સાઈડના ભાગમાં આગ ના બળવાના કાળા નિશાનો દેખાયા હતા, અને પવનચક્કી ખૂબ જ ગરમ થઇ હતી. જે બનાવ અંગે સુજલોન કંપનીના સ્થાનિક મેનેજર દવાા ાનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં અંદાજે 35 ફટ ઉંચે સુધી પાણીનો મારો ચલાવી પવન ચક્કીના ટાવરની બોડી માં કૂલિંગ કર્યું હતું, અને આખરે આગ કાબુમાં આવી ગઇ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. ઉપરાંત પવનચક્કી ને થતી લાંબી નુકસાની અટકી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે એક રહેણાંક મકાનમાં ગેસ સીલીન્ડરની નળી લીકેજ હોવાના કારણે આગ લાગતા ઘરના સભ્યોમાં નાશભાગ મચી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયરશાખાની ટીમ દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગરમાં એરફોર્સ ગેઈટ પાસે ઘાસચારામાં અકસ્માતે આગ લાગતા ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લીધી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular