જામનગર શહેરમાં અંડરબ્રિજ પાસે આવેલ ઈલેકટ્રીક લાઇટના થાંભલામાં કબુતર ફસાઈ ગ્યુ હતું. આ અંગે સ્થાનિકોના ધ્યાનમાં આવતા પોલીસને અને ફાયર વિભાગને જાણ કરાઇ હતી. જામનગર મહાનગરપાલિકાની વિભાગની ટીમ દોડી ગઇ હતી. અને મહા મહનતે ઇલેકટ્રીક પોલમાંથી કબુતરનું રેસ્કયુ કરી ઉતાર્યુ હતું. ત્યારબાદ કબુતરના પગમાં ફસાયેલ દોરીઓને કાપી ફાયર બ્રિગેડના જવાનોને કબુતરને બર્ડ હેલ્પલાઇનને સોંપ્યું હતું. જયાં કબુતરની સારવાર હાથ ધરાઇ હતી.