દિલ્હીના બીડી માર્ગ પર આવેલ બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ કે જ્યાં રાજ્યસભાના સાંસદો રહે છે તે એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને 6 ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે જોતજોતામાં આગ ચોથા માળ સુધી પહોંચી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.