જામજોધપુર બાલવા રોડ પર આવેલ યમુના જિનીંગ એન્ડ પ્રેસિંગ ફેકટરી કોઇ અગમ્યકારણોસર ઓચિંતી આગ લાગતાં આ ફેકટરીમાં અંદાજિત 4 થી પ હજાર મણ કપાસ હતો. જેમાંથી 1100 મણ જેટલો રૂા. 20 લાખની ઉપરની કિંમતનો કપાસ બળી ખાખ થઇ ગયો હતો. આગની જાણ થતાં નગરપાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગને કાબુમાં લેવા પ્રયત્નો કર્યા હતાં. આ અંગે અંકિતભાઇ પાબારી દ્વારા પોલીસમાં જાણ કરી હતી.