સાઉથના મેગા સ્ટાર અલ્લુ અર્જુન પુષ્પા: ધ રાઈઝના રિલીઝ બાદ એક પેન ઈન્ડિયા સુપર સ્ટાર બની ગયા છે. તેઓ એટલા પોપ્યુલર થઈ ગયા છે કે, ફેન્સ અત્યારથી જ પુષ્પા-2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણી બ્રાન્ડસે તેમને એન્ડોર્સમેન્ટ માટે સાઈન કર્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન એક નવા વિવાદમાં ફસાયા છે. એક અહેવાલ પ્રમાણે એક એજ્યુકેશન ઈન્સ્ટિસ્યુટના ભ્રામક પ્રચાર એટલે કે, એડમાં ખોટી જાણકારી આપવાના આરોપમાં અલ્લુ અર્જુનની સામે કેસ નોંધાયો છે. અલ્લુ અર્જુને 6 જૂનના રોજ IIT અને NITના રેન્કર્સ વિશે જાણકારી આપતી ચૈતન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુશન્સની એક એડને પ્રમોટ કરી હતી. હવે તેના પર સોશિયલ વર્કર કોઠા ઉપેન્દ્ર રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે, આ એડ ભ્રામક છે અને લોકોને ખોટી જાણકારી આપે છે. સામાજિક કાર્યકર્તાએ અંબરપેટ પોલીસ પાસે અલ્લુ અર્જૂન સામે ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે અને આ કેસમાં કાર્યવાહીની પણ માંગ કરી છે.