Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકોરોના પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડના રાહત પેકેજની નાણા મંત્રીની જાહેરાત

કોરોના પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડના રાહત પેકેજની નાણા મંત્રીની જાહેરાત

પહેલા 5 લાખ વિદેશી ટૂરિસ્ટ વીઝા ફ્રી અપાશે

નાણા મંત્રી નિર્મલા સીતારામણે કોવિડ પ્રભાવિત સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે. પાંચ લાખ ટૂરિસ્ટ્સને ફ્રી ટૂરિસ્ટ વિઝાની જાહેરાત કરવામાં આવી છે. પહેલાં પાંચ લાખ ટૂરિસ્ટ જે ભારત આવશે તેમને ફ્રી વિઝા મળશે. આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાના પેકેજ તેમજ અન્ય ક્ષેત્ર માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. જે અંતર્ગત 100 કરોડ સુધીની લોન 7.95 ટકાના વ્યાજ દરે અપાશે. જ્યારે અન્ય ક્ષેત્રો માટે 8.25 ટકાથી વધુ વ્યાજ નહીં હોય.

- Advertisement -

કોરોનાની બીજી લહેરથી કેટલાક સેક્ટર્સ સંક્ટમાં છે અને સરકાર પાસે મદદની માંગ કરાઇ રહી હતી. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે કેટલીક જાહેરાતો કરાઈ છે. નાણા મંત્રીએ નાના ઉદ્યોગોને મદદ કરવા માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ (ECLGS) માટે ફન્ડિંગમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હાલ આ સ્કીમ 3 લાખ કરોડ રૂપિયાની છે જેને વધારીને 4.5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. ઉપરાંત માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટીટ્યૂશનના માધ્યમથી આપવામાં આવતી લોન માટે ક્રેડિટ ગેરન્ટી સ્કીમની જાહેરાત કરાઇ છે. આ એક નવી સ્કીમ છે. આ હેઠળ કોમર્શિયલ બેંકના એમએફઆઇને અપાયેલી નવી અને હાલની લોન મોટ ગેરન્ટી આપવામાં આવશે. આ યોજનાથી ૨૫ લાખ લોકોને લાભ પહોંચવાની આશા છે.

કોવિડ મહામારી દરમિયાન પ્રભાવિત ટૂરિસ્ટ ગાઇડ અને ટ્રાવેલ ટૂરિઝમ સ્ટેકહોલ્ડર્સને સરકાર નાણાકીય મદદ આપશે. ટ્રાવેલ એજન્સીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન, પર્યટક ગાઇડને એક લાખ સુધીની લોન મળશે. આ યોજનાનો લાભ લગભગ 25 લાખ લોકોને મળશે.

- Advertisement -

પાંચ લાખ ટૂરિસ્ટ્સને ફ્રી ટૂરિસ્ટ વિઝાની જાહેરાત કરવામાં આવી છે. વિદેશી પર્યટકોને જ્યારે વિઝા મળવાનું શરૂ થશે, ત્યારે પહેલાં પાંચ લાખ ટૂરિસ્ટ જે ભારત આવશે તેમને ફ્રી વિઝા મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેટળ એનએફએસએ લાભાર્થીઓને નવેમ્બર, ૨૦૨૧ સુધી ૫ કિલો મફત અનાજ અપાશે. આ માટે સરકાર કુલ 2,27,841 કરોડ ખર્ચશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular