જામનગર શહેરના રણજીતસાગર રોડ પર શુક્રવારે સાંજના સમયે એક નરાધમ શખ્સે 12 વર્ષના બાળકને લલચાવી ફોસલાવી અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ ઘટનાથી ભયભીત થયેલો બાળક ભાગવા જતા પડી જવાથી માથામાં ઈજા પહોંચી હતી. જેથી બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દરમિયાન સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનારને પ્રજાએ ઝડપી લઇ મેથીપાક ચખાડયો હતો.
આ ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા એક વિસ્તારમાં શુક્રવારે સાંજના સમયે હિતેશ દિપક પરમાર નામના નરાધમ શખ્સે 12 વર્ષના બાળકને લલચાવી ફોસલાવી લઇ ગયો હતો અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. નરાધમ દ્વારા સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા ભયભીત થયેલા બાળકને ભાગવા જતા પટકાતા ઈજા પહોંચી હતી અને તે જ દરમિયાન લોકો એકઠાં થઈ જતાં નરાધમને પણ ઝડપી લીધો હતો. બાદમાં બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે નરાધમને પકડીને લોકોએ લમધાર્યો હતો. તેમજ આ અંગેની જાણ કરતા પીએસઆઈ આઈ.આઈ.નોયડા તથા સ્ટાફે હિતેશની ધરપકડ કરી ભોગ બનનાર બાળકના પિતાના નિવેદનના આધારે સૃષ્ટિ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.