Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદીની આવતીકાલે આખરી પ્રસિદ્ધિ કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદીની આવતીકાલે આખરી પ્રસિદ્ધિ કરાશે

- Advertisement -

દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.5 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. જિલ્લાના 634 મતદાન મથકો પર બીએલઓ પાસે જઈ લોકોએ મતદાર યાદીમાં પોતાના નામ, સરનામામાં ફેરફાર તેમજ નવયુવાન મતદારો પોતાના નામ ઉમેરવા કાર્યવાહી કરી હતી.

- Advertisement -

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન થયેલી તમામ ફેરફારો બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોની વિગતો જાહેર કરવામાં આવી છે.

જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 155,027 પુરુષ, 148,422 સ્ત્રી અને અન્ય 11 મળી કુલ 303,460 જ્યારે દ્વારકા વિસ્તારમાં 151,331 પુરુષ, 142,447 સ્ત્રી અને 8 અન્ય મળીને કુલ 293,786 સાથે સમગ્ર જિલ્લામાં કુલ 597,246 મતદારો નોંધાયા છે.

- Advertisement -

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકાની ટીમ દ્વારા કુલ 17,300 ફોર્મ મેળવવામાં આવ્યા હતા. જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 5275 મતદારો તથા દ્વારકામાં 4353 મતદારોના નામ ઉમેરવા માટે કુલ ફોર્મ 9628 મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયામાં 1675 અને દ્વારકામાં 1464 એમ કુલ 3139 ફોર્મ નામ કમી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન નવા નોંધાયેલા મતદારોને ભારતના ચુંટણી પંચ દ્વારા ચુંટણી ઓળખકાર્ડ આપવામાં આવશે. જે આગામી લોકસભા સામાન્ય ચુંટણી- 2024માં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

મતદારયાદી સુધારણા ઝુંબેશ અન્વયે મળેલ તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને ચૂંટણી પંચ દ્વારા તા. 5 જાન્યુઆરી- 2024 રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવશે. જેમાં કુલ 9628 મતદારોનો ઉમેરો થયેલ અને 3139 મતદારો કમી થયેલ આમ, જિલ્લામાં કુલ 6489 મતદારોનો વધારો થયેલ છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 3600 અને દ્વારકામાં 2889 મતદારોનો ઉમેરો થયો છે.

- Advertisement -

જિલ્લામાં કુલ 182 ઈએલસી કલબ, 407 ચુનાવ પાઠશાળા, 93 વોટર અવેરનેશ ફોરમ, 12 કોલેજના 17 કેમ્પસ એમ્બેસેડર મારફત સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જિલ્લાની તમામ કોલેજમાં 18-19 વયજૂથના યુવા વિધાર્થીઓ માટે મતદાર નોંધણીના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જિલ્લાના તમામ બીએલઓ, સુપરવાઈઝર, નાયબ મામલતદાર અને ચાર તાલુકા મામલતદાર, ચાર તાલુકા વિકાસ અધિકારી, બે પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની મતદારયાદી શાખાની ટીમ દ્વારા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરના માર્ગદશન હેઠળ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular