Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરફિલ્મ અભિનેતા વરૂણ ધવને જામનગરની ગરબીની મોજ માણી - VIDEO

ફિલ્મ અભિનેતા વરૂણ ધવને જામનગરની ગરબીની મોજ માણી – VIDEO

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે. ત્યારે જામનગરમાં પણ ખેલૈયાઓ એ રાસની રમઝટ બોલાવાની શરૂઆત કરી દીધી છે. અને તેમાંપણ આ વખતે જામનગર વાસીઓને લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસથી જ સરપ્રાઈઝ આપવામાં આવી હતી. નવરાત્રિના પ્રથમ દિવસે બોલીવુડ એકટર આયુષ્યમાન ખુરાના અને ગઈકાલે બીજા નોરતે બોલીવૂડ એકટર વરૂણ ધવને સાંસદ પૂનમબેન માડમના આમંત્રણને માન આપીને જામનગરની મુલાકાત લીધી હતી.

- Advertisement -

જામનગરના યુવાનો અને યુવતીઓમાં બોલીવૂડ એકટરોનું ખૂબ આકર્ષણ જોવા મળ્યું હતું. લોકો પરિવાર સાથે વરૂણ ધવન ને જોવા માટે ઉત્સાહિત હતાં ત્યારે વરૂણ ધવન ને આગમન બાદ શહેરની જુદી જુદી ગરબીઓની મુલાકાત લીધી હતી. સૌપ્રથમ એમ.પી. શાહ મેડીકલ કોલેજ, સુમેર સ્પોર્ટસ કલબ, રાસરંગ નવરાત્રિ કીચન એ જ, દેતાલી નવરાત્રિ મહોત્સવ જે કે પાર્ટી પ્લોટ અને ત્યારબાદ ઉત્સવ નવલી નવરાત્રિ આશાપુરા પાર્ટી પ્લોટ, સાંઢીયા પુલની મુલાકાત લીધી હતી.

- Advertisement -

વરૂણ ધવને મંચ પર ગરબા રમીને જામનગરવાસીઓના દિલ જીતી લીધા હતાં. લોકો પણ તેને તાલીઓના ગળગળાટ સાથે વધાવીને તેની હાજરીનો ઉત્સાહ દેખાડી રહ્યા હતાં. આ તકે સાંસદ પૂનમબેન માડમ અને જામનગરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મેડીકલ કોલેજ ડીન ડો. નંદીનીબેન, ડો. વિજય પોપટ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આમ જામનગરના લોકોએ નવરાત્રિના પર્વનો બીજા દિવસે પણ બોલીવુડ સ્ટાર વરૂણ ધવન સાથે ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular