જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં રહેતાં ખેડૂત યુવાનને તેના જ ગામમાં રહેતાં શખ્સે અવેડા ઉપરનો ઉકેડો સાફ કરી નાખવા અપશબ્દો બોલી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં રહેતાં નાગરાજભાઈ સોંડાભાઇ ઝાપડા (ઉ.વ.40) નામનો ભરવાડ યુવાન અવેડા પાસેથી જતો હતો ત્યારે ગામમાં જ રહેતા જયુભા પ્રવિણસિંહ જાડેજા નામના શખ્સે નાગરાજને આંતરીને ‘તું આ ગામના જૂના અવેડા ઉપરનો ઉકેડો સાફ કરાી નાખજે અને તું તલાટી મંત્રીને પાણીની અરજી આપવા કેમ ગયો હતો ?’ તેમ કહી યુવાન સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. માર મારી ધમકી આપ્યાના બનાવમાં નાગરાજ ઝાપડા દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.