Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયપચાસ વર્ષ બાદ નાસાનું યાન ફરી ચંદ્રની સફરે

પચાસ વર્ષ બાદ નાસાનું યાન ફરી ચંદ્રની સફરે

- Advertisement -

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિસક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશને (નાસા) બરાબર 50 વર્ષ બાદ ફરીથી અંતરીક્ષ સંશોધન ક્ષેત્રે નવો ઇતિહાસ લખવા પોતાનું અર્ટેમીસ-1 રોકેટ ચંદ્ર ભણી રવાના કર્યું છે. અર્ટેમીસ-1 અમેરિકાના કેન્નેડી સ્પેસ સેન્ટર(ફ્લોરીડા)ના 39-બી લોન્ચ પેડ પરથી રવાના થયું છે. જોકે અર્ટેમીસ-1ને અમુક ટેકનિકલ ખામી સહિત ખરાબ હવામાન અને હરીકેન ઝંઝાવાત જેવા અવરોધ નડયા હોવાથી તેના મૂળ કાર્યક્રમ મુજબ વિલંબ થયો છે. અર્ટેમીસ -1 રોકેટ નાસાનું અત્યારસુધીનું સૌથી ભારેભરખમ અને સૌથી શક્તિશાળી રોકેટ છે. આધુનિક સ્પેસ લોન્ચ સિસ્ટમ (એસ. એલ. એસ.)થી બનેલું અર્ટેમીસ-1 રોકેટ 98 મીટર(294 ફૂટ) ઉંચું છે.

- Advertisement -

1969ના એપોલો-11ની પહેલી અને સફળ સમાનવ ચંદ્રયાત્રાનાં બરાબર 53 વરસ બાદ નાસાએ ફરીથી તેનું અર્ટેમીસ -1 રોકેટ ચંદ્ર ભણી રવાના કર્યું છે. છેલ્લે નાસાનું એપોલો-17 અવકાશયાન 1972ની 7 ,ડિસેમ્બરે ચંદ્ર યાત્રાએ ગયું હતું. આમ નાસાની ચંદ્ર યાત્રા 50 વરસ બાદ ફરીથી શરૂ થઇ છે. અર્ટેમીસ-1 ને આકાશમાં પ્રવાસ કરતું નિહાળવા માટે લોન્ચિંગ સાઇડ પર લગભગ 15,000 કરતાં પણ વધુ નાગરિકો ભેગાં થયાં હતાં. ઉપરાંત, ફ્લોરીડાના સમુદ્ર કિનારા પર પણ જમા થયેલાં હજારો લોકોએ તાળીઓના ગડગડાટથી અને આનંદની કિકિયારીથી આ યાદગાર પ્રસંગને વધાવી લીધો હતો. નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અમારા ત્રણ સપ્તાહના કાર્યક્રમ મુજબ બધું સમુંસૂતરું પાર પડશે તો અર્ટેમીસ-1 રોકેટ તેમાં ગોઠવેલી ઓરાયન નામની અત્યાધુનિક કેપ્સુલને ચંદ્રમાની ભ્રમણકક્ષામાં ગોઠવી દેશે. ઓરાયન કેપ્સુલ ચંદ્રની ધરતી પર નહીં ઉતરે પણ શશી (ચંદ્રનું સંસ્કૃત નામ) થી 70,000 કિલોમીટર દૂર જઇને નવી અને ઉપયોગી માહિતી મેળવશે. ત્યારબાદ ઓરાયન બરાબર 42 દિવસ બાદ 10, ડિસેમ્બરે પૃથ્વી પર પાછી આવશે.પેસિફિક મહાસાગરમાં ઉતરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular