જામનગર તાલુકાના હાપામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ મહિલા સહિત છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.30,690 ની રોકડ રકમ અને 11,000ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.41,690 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના નારણપર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.10100 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સાપર ગામમાંથી પોલીસે તીનપતિ રમતા પાંચ શખ્સોને રૂા.2090ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના હાપા ગામમાં રેલવે સ્ટેશન વિસ્તાર નજીક આવેલા કોમન પ્લોટમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નિલેશ રમેશ પારજીયા, રમેશ ભીખા કનેજા, ભલા કાળા મુધવા અને ત્રણ મહિલા સહિત છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.30690 ની રોકડ રકમ અને રૂા.11,000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.41,690 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર તાલુકાના નારણપર ગામમાં જાહેરમાં જૂગાર રમતા ઉમેદ કેશુ ચાંદ્રા, ધિરજલાલ ગોકળલાલ ગંઢા, તુલસી નંદલાલ માલવીયા, કાનજી મનસુખ ચાંદ્રા નામના ચાર શખ્સોને રૂા.10,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સાપર ગામમાં આવેલા શંકરટેકરી જૂનાવાસ વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા ભરત જીણા ખાખલા, રામજી લખુ ભાંભી, ખેતા દાના પરમાર, જીવા માલા બગડા, મોહન દાના ભાંભી નામના પાંચ શખ્સોને રૂા.2090 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.