Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરનગરસીમ અને આવાસોમાં પ્રાથમિક સુવિધા આપવા કોર્પોરેટરની ઉગ્ર રજૂઆત

નગરસીમ અને આવાસોમાં પ્રાથમિક સુવિધા આપવા કોર્પોરેટરની ઉગ્ર રજૂઆત

રચના નંદાણિયા દ્વારા આઈસીડીએસ અધિકારી સામે કાર્યવાહીની માંગણી : પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા આવેદનપત્ર

- Advertisement -

જામનગર શહેરના વોર્ડ નં.4 ના નગરસીમ વિસ્તારમાં ઘણા વર્ષોથી પ્રાથમિક જરૂરિયાતની સુવિધાના અભાવને કારણે લોકોએ આજે પણ બેડા લઇને પાણી ભરવા જવું પડે છે તથા આઈસીડીએસના અધિકારી અને ટેકસ ઓફિસર દ્વારા આચરેલા ભ્રષ્ટાચાર મામલે કોંગે્રસના મહિલા કોર્પોરેટર મેયરને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણાંની ચિમકી આપી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં બનેલા આવાસોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તેમજ વોર્ડ નં.4 ના નગરસીમ વિસ્તારમાં રોડ-લાઈટ-શૌચાલય અને પાણીની સુવિધાનો અભાવ તથા મહાપાલિકાના આઈસીડીએસ અધિકારીના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે આજે વોર્ડ નં.4 ના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા અને લોકોએ મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનની ઓફિસ બહાર બન્નેને આવેદનપત્ર પાઠવી આ ત્રણેય મુદ્દાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી હતી તેમજ જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ધરણાંની ચિમકી આપવામાં આવી હતી.

આવેદનપત્રમાં વોર્ડ નં. 4 ના નગરસીમ વિસ્તાર હાથણી ગામમાં પ્રાથમિક સુવિધા આપવા તથા આવાસોમાં ઘટતી સુવિધાઓ પૂરી પાડવા અને આઇસીડીએસ શાખાના સીડીપીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે અને ટેક્સ ઓફિસર દ્વારા કરવામાં આવેલા કરોડના ભ્રષ્ટાચાર બાબતે અનેક વખત ધરણા અને આંદોલન કરવામાં આવ્યા છે. જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી છે. આમ છતાં હજૂ સુધી અધિકારીઓ ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોય, અધિકારીઓ પર ક્યારે કાર્યવાહી થશે? તે અંગે જવાબ માગવામાં આવ્યો છે અને જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કમિશનર, મેયર, ચેરમેન અને ડે. કમિશનરની ચેમ્બર સામે ધરણાની ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular