Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકામાં ભારે પવનના કારણે ફેરી બોટ સર્વિસ બંધ

દેવભૂમિ દ્વારકામાં ભારે પવનના કારણે ફેરી બોટ સર્વિસ બંધ

બપોર બાદ બોટ સેવા પૂર્વવત રીતે શરૂ

- Advertisement -
 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ પલટાયેલા વાતાવરણ અને કાતિલ ઠંડી વચ્ચે પવનનું જોર રહ્યું હતું. દ્વારકા પંથકમાં ફૂંકાતા જોરદાર પવનના કારણે બેટ દ્વારકાની ફેરી બોટ સર્વિસ પ્રભાવિત થઇ હતી. જે બપોર બાદ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.
દ્વારકા તાલુકાના ઓખાથી બેટ દ્વારકા તરફ જતાં દરિયામાં દરરોજ મોટી સંખ્યામાં ફેરી બોટ મારફતે મુસાફરો તથા શ્રદ્ધાળુઓની આવન-જાવન રહે છે. બેટ દ્વારકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશના દર્શન કરવા તેમજ આ વિસ્તારમાં આવેલી એક દરગાહ વિગેરે સ્થળોએ મુસાફરો તથા સ્થાનિકો અવરજવર કરવા માટે સ્થાનિક ફેરી બોટનો ઉપયોગ કરે છે. આજરોજ પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા દરિયાઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી ફેરી બોટ સર્વિસ કામચલાઉ રીતે બંધ કરાવી દેવામાં આવી હતી. સવારથી મુસાફરો તથા યાત્રાળુઓની અવર-જવર બંધ રહ્યા બાદ સાંજે ચાર વાગ્યે પવનનું જોર ધીમું પડતાં તેમજ પરિસ્થિતિ કાબૂમાં જણાતા આ ફેરી બોટ સર્વિસ પૂર્વવત રીતે શરૂ થઈ ગઈ હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular