Sunday, January 12, 2025
Homeરાજ્યગુજરાતગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસી

ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસી

ટ્રાયલ કોર્ટે દોષી ઠેરવ્યા બાદ આજે સંભળાવી સજા : ગત 12 ફેબ્રુઆરીએ ફેનિલે જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપી કરપીણ હત્યા કરી હતી

- Advertisement -

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીની વિરૂધ્ધ સ્પીડી ટ્રાયલના અંતે ગઈકાલે દોષી ઠેરવ્યા બાદ સજાના મુદ્દે બંને પક્ષોની દલીલ સાભળી મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે આરોપી વિરુદ્ધ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોવાની સરકારપક્ષની દલીલ સાથે સંમત થઈને ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને મૃત્યુ દંડની સજા, 5 હજાર દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખનુ વળતર ચૂકવવા ભલામણ કરી છે.

- Advertisement -

કામરેજ- પાસોદરામાં ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પડેલા આરોપી ફેનીલ ગોયાણીએ સરેઆમ ગ્રીષ્મા વેકરીયાની ગળે ચપ્પુ હુલાવીને હત્યા કરી હતી. તે પહેલાં આરોપી ફેનીલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ તથા ભોગ બનનાર ગ્રીષ્માના ફરિયાદી ભાઈ ધ્રુવ વેકરીયા પર પણ આરોપી ફેનીલે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ માત્ર 69 દિવસોની સ્પીડી ટ્રાયલ પૂરી થતાં ત્રણ તબક્કે આરોપી વિરુદ્ધનો ચૂકાદો મુલત્વી રહ્યો હતો.ગઈ તા.21મી એપ્રિલના રોજ કોર્ટે સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 190 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને 105 સાક્ષીઓની જુબાની લઈ સરકાર પક્ષનો કેસ નિ:શકપણે પુરવાર કરતા આરોપી ફેનિલને હત્યા,હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.

કોર્ટે ત્યારબાદ આરોપીને એકથી વધુ વાર પોતાના બચાવ માટે છેલ્લી તક આપી હતી.કોર્ટે આરોપીને પોતે જે કંઈ કહેવા માગે તે કોર્ટે પોતાના ચૂકાદામા ટાકવા જણાવ્યું હતુ. કોર્ટે આરોપી ફેનીલને પૂછ્યુ હતું કે તમે એક નિ:સહાય યુવતિનો વધ કર્યો છે. તો મારે કલમથી તમારો વધ કેમ ન કરવો ? પરંતુ આરોપી ફેનિલે કંઈ પણ કહેવાની ના પાડીને મૌન સેવ્યું હતું. જેથી કોર્ટે બચાવપક્ષે સજાના મુદ્દે દલીલ કરવા સમય માંગતી અરજીને મંજૂર કરી આજે તા.22મી એપ્રિલ સુધી સુનાવણી મોકુફ રાખી હતી.અલબત્ત કોર્ટની આ મુદત દરમિયાન શ આરોપીની કસ્ટડી ન આવતાં તથા આરોપીના બચાવપક્ષના વકીલ કે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિવાર્ય સંજોગોના કારણે ગેરહાજર રહેતાં કોર્ટે ચૂકાદો આજરોજ તા. 5 મી મે સુધી અનામત રાખ્યો હતો. આજે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષી ઠરેલા ફેનીલ ગોયાણી વિરુદ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ફાસીની સજા માટે માંગ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular