જામનગરની જી. જી. હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ સાથે શોષણ થતુ હોવાનો આક્ષેપ વચ્ચે મહિલાઓ આ મામલે મેદાનમાં આવી છે. જામનગરના મહિલા અગ્રણીઓ શેતલબેન શેઠ, કોર્પોરેટર જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા સહિત મહિલાઓએ જી.જી.હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓની મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી સમગ્ર ઘટના અંગે વિગતો મળવવા પ્રયાસ કર્યો હતો તેમજ એટેન્ડન્ટ મહિલાઓને સાથ સહકાર આપવા ખાતરી આપી હતી.