Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમહિલા ડોકટરનો આપઘાત! : સુસાઈડ નોટમાં લખ્યુ, મારું મૃત્યુ મારી નિર્દોષતા સાબિત...

મહિલા ડોકટરનો આપઘાત! : સુસાઈડ નોટમાં લખ્યુ, મારું મૃત્યુ મારી નિર્દોષતા સાબિત કરશે

- Advertisement -

દૌસા જિલ્લાની આનંદ હોસ્પિટલમાં સોમવારે પ્રસૂતિ દરમિયાન એક ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. આ પછી પરિવારજનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે હોસ્પિટલના ડૉક્ટર સુનિત ઉપાધ્યાય અને તેમની પત્ની ડૉ. અર્ચના શર્મા વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો, જ્યારે સોમવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે ગ્રામજનોનો હંગામો શાંત થયો હતો.

- Advertisement -

આ પછી મંગળવારે સવારે ડૉ.અર્ચના શર્માએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આત્મહત્યાની માહિતી પોલીસને મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં  લખ્યું છે કે, “મેં કોઈ ખોટું કર્યું નથી… મારું મૃત્યુ મારી નિર્દોષતા સાબિત કરી શકે છે. મહેરબાની કરીને નિર્દોષ ડોકટરોને હેરાન ન કરો.”

દૌસા જિલ્લામાં આવેલી આનંદ હોસ્પિટલની મહિલા ડૉક્ટર અર્ચના શર્માની આત્મહત્યાને લઈને રાજ્યભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતોને છોડવામાં આવશે નહીં. ગેહલોતે ટ્વીટમાં લખ્યું છે કે અર્ચના શર્માની આત્મહત્યાની ઘટના ખૂબ જ દુઃખદ છે. અમે બધા ડોકટરોને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. દરેક ડૉક્ટર દર્દીનો જીવ બચાવવા માટે બનતા પ્રયત્નો કરે છે, પરંતુ કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને કે તરત જ ડૉક્ટર પર આરોપ લગાવવો વ્યાજબી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular