જામનગરમાં હરીયા કોલેજ રોડ પર જકાતનાકા સામેના ભાગમાં માર્ગની વચ્ચે બે મોટા ભૂવા પડયા હતા અને ઊંડા ખાડા બની જતાં વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. તંત્રએ આ બાબતે કોઈ કાળજી રાખી ન હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરો મેદાનમાં આવ્યા હતા. અને જે સ્થળે ગાબડાં પડી ગયા છે, ત્યાં લાકડાં વગેરે ની નિશાની મૂકી દઈ વાહનચાલકોને ચેતવ્યા હતા, અને જે સ્થળે ખાડો થઈ ગયો છે ત્યાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે તેની ફરતે આડશ ગોઠવી હતી.