જામનગર મહાપાલિકાના નાયબ કમિશનર એ.કે. વસ્તાણી પોતાની ખાનગી અને સરકારી કારમાં ડે. કમિશનરના હોદ્ાની નેમ પ્લેટ લગાવવામાં નાનપ અનુભવતાં હોય તેવું જણાઇ રહ્યું છે. જ્યારથી તેમને ડીએમસી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ત્યારથી જામ્યુકો દ્વારા ફાળવાયેલી સત્તાવાર કાર અને તેમની પોતાની ખાનગી કારમાં તેમણે પોતાનો હોદ્ો ડીએમસી જામનગર મહાપાલિકા દર્શાવવાના બદલે અધિક કલેકટર ગુજરાત સરકાર દર્શાવી રહ્યાં છે. કદાચ અધિક કલેકટરનું પદ તેમને વધુ પ્રતિષ્ઠિત અને દમામવાળુ લાગતું હશે. જ્યારે ડીએમસીના પદથી કદાચ તેઓ શરમ અનુભવતા હશે. આમ તો જ્યારથી તેમને ડીએમસી તરીકે મૂકવામાં આવ્યા છે. ત્યારથી તેમની બોડી લેન્ગવેજ આ પદને લઇને સહજ રહી નથી. સામાન્ય રીતે જ્યારે જે કોઇ અધિકારી જે પદ પર હોય તે પદની નેમપ્લેટ તેમની કાર અને ચેમ્બર બહાર લાગતી હોય છે. જ્યારે વસ્તાણી લાંબાસમયથી પોતાની કાર મારફત અધિક કલેકટર જ બની રહ્યાં છે.