દેશભરમાં કોરોનાની મહામારીના પરિણામે અનેક લોકો ગભરાઈ ગયા છે. પરંતુ ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લા મુખ્યાલયથી 70 કિલોમીટર દૂર તરાઈમાં વસેલું 1500ની વસ્તી વાળું સિસોડા ગામ છે. જ્યાં લોકોને કોરોનાથી નહી પરંતુ વેક્સિનનો ડર લાગે છે. અને કહે છે કે વેક્સિન લેશું તો મરી જઈશુ. આ ડરથી 200 લોકો સરયુ નદીમાં કુદી પડ્યા.
રવિવારે જ્યારે સ્વાસ્થ્ય વિભાગની ટીમ અહીં વેક્સિનેશન માટે પહોંચી તો ગામનાં લગભગ 200 લોકોએ વેક્સિનના ડરથી ભાગીને સરયૂ નદીના કાંઠે પહોંચી ગયા હતા. સ્વાસ્થ્ય વિભાગની ટીમ જ્યારે નદી કિનારે પહોંચી તો આ લોકોએ નદીમાં છલાંગ મારી દીધી. જો કે સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેઓને સમજાવીને અંતે નદીમાંથી બહાર કાઢ્યા હતા. લોકોને વેક્સિન આપવા માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમ આ ગામમાં પહોચી હતી. અને વેક્સિનેશન કરવાથી મરી જઈશુ તે ડરથી લોકો નદીમાં કુદી પડ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગની ટીમને પોતાની પાછળ આવતી જોઈને લોકો પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજો કોઈ રસ્તો ન દેખાતા સરયુ નદીમાં કુદી પડ્યા હતા.
લોકોને બાદમાં સમજાવવામાં આવ્યા હતા છતાં પણ 1500 લોકોની વસ્તીવાળા સિસોડા ગામમાં 14 લોકોએ જ વેક્સિન લીધી હતી.સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજીવકુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, રસીના ડરથી ગામના 200 જેટલા લોકો ગામથી ભાગ્યા હતા અને સરયુ કિનારે પહોંચ્યા હતા. જ્યારે આરોગ્ય ટીમ નદી પાસે પહોંચી ત્યારે આ લોકો નદીમાં કૂદી પડ્યા હતા.