Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયકાબુલ એરપોર્ટ પર ISISના હુમલાની ભીતિ

કાબુલ એરપોર્ટ પર ISISના હુમલાની ભીતિ


શનિવારે કાબુલ એરપોર્ટના દરવાજા બંધ થઈ જતા તેમજ અમેરિકી દૂતાલયે અમેરિકી નાગરિકોને એરપોર્ટથી દૂર રહેવાની સલાહ આપતા અફઘાનિસ્તાન છોડવા ઈચ્છતા અમેરિકી નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સાથ દઈ રહેલા ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકીઓ એરપોર્ટ પર હુમલો કરી શકે છે. જો કે આઈએસના આતંકીઓ કેટલા શક્તિશાળી છે એના વિશે અમેરિકી અધિકારીઓ સાવ અજાણ છે. અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કર્યા બાદ અમેરિકી પ્રમુખ બાઈડનની પ્રતિષ્ઠાને જોરદાર ધક્કો લાગ્યો છે. તેમના કેટલાક નિવેદનોનું તેમના જ પ્રશાસને ખંડન કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular