જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં પીજીવીસીએલના ઈલેકટ્રીક આસીસ્ટન્ટ તેની ફરજ પર હતા ત્યારે બે શખ્સોએ વીજ કનેકશન કાપવા બાબતે ઉશ્કેરાઇને ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આશાપુરા મંદિરની બાજુમાં રહેતાં મયુરસિંહ કાનભા જાડેજા શુક્રવારે સવારે રણજીતસાગર રોડ પર ગ્રીનસિટીમાં આવેલી પીજીવીસીએલની નગરસીમ સબ ડીવીઝનની ઓફિસમાં ઇલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ પર હતાં તે સમયે યજ્ઞેશ રતીલાલ રાણપરીયા અને તેના પિતા રતીલાલ રાણપરીયા બંનેએ આવીને એકસંપ કરી મયુરસિંહ સાથે વીજકનેકશન કાપવા બાબતે ઉશ્કેરાયને અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના બનાવની જાણ કરાતા પીએસઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં પીજીવીસીએલના કર્મચારી ઉપર પિતા-પુત્રનો હુમલો
વીજકનેકશન કાપવા માટે ઉશ્કેરાઈને ઢીકાપાટુનો માર માર્યો : ફરજમાં રૂકાવટ અને હુમલાની પોલીસ ફરિયાદ