Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપુત્રવધૂ લાપતા થઈ જતાં સસરાએ ચિંતામાં દવા ગટગટાવી

પુત્રવધૂ લાપતા થઈ જતાં સસરાએ ચિંતામાં દવા ગટગટાવી

વાડી વિસ્તારમાંથી લાપતા થયેલી પુત્રવધૂની શોધખોળ : કયાંય પત્તો ન મળતા ચિંતામાં સસરાએ દવા ગટગટાવી : જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

જામનગર તાલુકાના સરમત ગામના વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી યુવાનની પુત્રવધૂ લાપતા થઈ જતા ચિંતામાં આવી ગયેલા આધેડ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ, મધ્યપરદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના કાકડબારી ગામના વતની અને હાલ જામનગર તાલુકાના સરમત ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા રાજુભાઈ રતનાભાઈ ડામોર (ઉ.વ.45) નામના યુવાનના પુત્ર ઈશુની પત્ની લક્ષ્મી ગત તા.7 ના રોજ કયાંય મળ્યા ન હતાં અને તેની શોધખોળ પરિવારજનો દ્વારા કરવામાં આવી હોવા છતાં લક્ષ્મીબેનનો પત્તો લાગ્યો નહતો. જેથી ચિંતામાં રહેલા સસરા રાજુભાઈ રતનાભાઈ ડામોર નામના યુવાને ટેન્શનમં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી મોઢામાં ફીણ આવી જતાં બેશુદ્ધ થઈ ગયેલા યુવાને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના પત્નિ કમલીયાબેન દ્વારા જાણ કરાતા હેકો સી ડી ગાંભવા તથા સ્ટાફે ૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular