Sunday, December 22, 2024
Homeરાજ્યકાંટાની વાડ સરખી કરવા બાબતે પિતા-પુત્ર પર ત્રણ શખ્સોનો હુમલો

કાંટાની વાડ સરખી કરવા બાબતે પિતા-પુત્ર પર ત્રણ શખ્સોનો હુમલો

લાકડાના ઘોકા, ધારિયું, છરી અને તલવાર વડે ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી

- Advertisement -

જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામે રહેતા પિતા-પુત્ર પર ત્રણ શખ્સો દ્રારા તલવાર,ધારિયું,છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે. વાડામાં કાંટાની વાડ સરખી કરવા બાબતે ત્રણ શખ્સોએ પિતા-પુત્ર સાથે બોલાચાલી કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા શેઠવડાળા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામે રહેતા માડાભાઈ અરજણભાઈ છેલાણા તથા તેના પિતાજી સાથે ધ્રાફાના બે શખ્સો દિવ્યરાજસિંહ ઉર્ફે કાનભા જાડેજા તથા હરપાલસિંહ દિલીપસિંહ જાડેજા અને એક અજાણ્યા શખ્સ વચ્ચે વાડીમાં આવેલ કાંટાની વાડ સરખી કરવા બાબતે બોલાચાલી થતાં ત્રણે શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ધોકા,ધારિયું, તલવાર, છરી વડે માડાભાઈના માથામાં તથા ડાબા હાથની આંગળીમાં અને તેના પિતાના માથાના ભાગે ઈજા કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં માડાભાઈએ શેઠવડાળા પોલીસ દફતરમાં ત્રણે શખ્સો વિરુધ ગુન્હો નોંધાવતા પોલીસે કલમ 323,324,504,506(2),114 તથા જીપીએક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular