કાલાવડ તાલુકાના સાવલી ગામમાં ત્રણ દિવસ પુર્વે થયેલી માથાકૂટમાં સામા પક્ષે ત્રણ શખ્સોએ ખેડૂત યુવાન ઉપર લાકડી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સાવલી ગામમાં ગફારભાઈ ઈસ્માઈલભાઈ સમા નામના યુવાન ઉપર માણસો સામે ચેનચાળા કરતા શખ્સને ઠપકો આપતા શખ્સ સહિતના ચાર શખ્સોએ પાઈપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે દંપતી સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. આ પ્રકરણમાં સામાપક્ષે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગફાર ઈસ્માઇલ સમા, ફીરોજ ઈસ્માઇલ અને અનિશ ઈસ્માઇલ સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી રેહાનના પિતા ગફારભાઈ હબીબભાઈ સમા અને તેનો પુત્ર રેહાન ત્રણેય શખ્સોને સમજાવવા ગયા હતાં તે દરમિયાન લાકડી, લોખંડના પાઈપ, લાકડાના ધોકા વડે હુમલો ગફારભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણ શખ્સો દ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં બનાવની જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.