Thursday, March 19, 2026
Homeરાજ્યહાલારજામનગરના પાંચ હાટડીમાં બે યુવાનો પર ઘાતક હુમલો

જામનગરના પાંચ હાટડીમાં બે યુવાનો પર ઘાતક હુમલો

જૂની અદાવતનો ખાર રાખી ધોકા, પાઇપ વડે લમધાર્યા : ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા ગુનો નોંધવા તજવીજ

જામગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં નાસ્તો કરવા આવેલા બે યુવાનને જૂની અદાવતનો ખાર રાખી કેટલાંક શખ્સોએ ધોકા, પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડયાના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં ગઈકાલે રાતે નાસ્તો કરવા ગયેલા ફૈઝાન ફારૂકભાઇ પરમાર અને ફૈસ હનીફભાઇ મકવાણા નામના ઘાંચી જ્ઞાતિના બે યુવાનો પર જુની અદાવત નો ખાર રાખીને કેટલાક શખ્સોએ ધોકા, પાઇપ વડે ઘાતક હુમલો કરી દેતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આ હીચકારા હુમલામાં ઘાયલ થયેલા બન્ને યુવાનોને સારવારઅર્થે સરકારી જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ઘાંચી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જી.જી. હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. બનાવની જાણના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત બન્ને યુવાનોના નિવેદનના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular