Sunday, December 22, 2024
Homeરાજ્યબુટાવદર ગામમાં માતા-પિતા અને પુત્ર ઉપર છ શખ્સો દ્વારા જીવલેણ હુમલો

બુટાવદર ગામમાં માતા-પિતા અને પુત્ર ઉપર છ શખ્સો દ્વારા જીવલેણ હુમલો

લાકડાના ધોકા, પાઈપ અને છરી જેવા હથિયારો વડે હુમલો : પ્રૌઢની હાલત ગંભીર : પ્રૌઢ દંપતી અને પુત્ર સહિત વ્યક્તિઓને ઈજા : પોલીસ દ્વારા મહિલા છ શખ્સો વિરૂધ્ધ હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધાયો

- Advertisement -

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં ઝઘડો કરાવતા હોવાની શંકા રાખી દંપતી સહિત છ શખ્સો દ્વારા લાકડાના ધોકા, લોખંડના પાઈપ અને છરી જેવા હથિયારો વડે માતા-પિતા અને પુત્ર ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતાં ભીખાભાઈ જસાભાઈ સોલંકી તથા જીવાભાઈ જસાભાઈ સોલંકી બંનેને બોલવાનો પણ વ્યવહાર ન હોય અને જીવાભાઈ ભીખાભાઈનો ઝઘડો કરાવતો હોવાની શંકા રાખી ગુરૂવારે રાત્રિના સમયે યુવરાજ દેવરાજ સોલંકી, ગમન ભીખા સોલંકી, બાપાલાલ ભીખા સોલંકી, ભીખા જસા સોલંકી, દેવરાજ ભીખા સોલંકી, સાનુબેન દેવરાજ સોલંકી સહિતના છ શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા, લોખંડના પાઈપ અને છરી જેવા હથિયારો સાથે આવી સિધ્ધરાજભાઇ સોલંકી ઉપર હુમલો કરી અતે સિધ્ધરાજભાઈના પિતા પોપટભાઈ તથા માતા વજીબેન ઉપર હુમલો કરી મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાખોરોએ સિધ્ધરાજભાઈના બાઈક અને બાજુમાં રહેતાં વિપુલભાઈના ડેલામાં લાકડાના ધોકા અને પાઈપ મારી નુકસાન કર્યુ હતું.

હુમલાના બનાવમાં ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઈજાગ્રસ્તોમાં પોપટભાઈ સોલંકીને ગંભીર ઈજા પહોંચી હતી. તથા તેમના પત્ની વજીબેન અને પુત્ર સિધ્ધરાજને પણ ઈજા થઈ હતી. આ બનાવ અંગે સિધ્ધરાજની પત્ની નીતાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે દંપતી સહિતના છ શખ્સો વિરૂધ્ધ હત્યાનો પ્રયાસ અને રાયોટીંગ-ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular