Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વિધાનસભા ચૂંટણીનો ખાર રાખી બે યુવાનો ઉપર જીવલેણ હુમલો

જામનગરમાં વિધાનસભા ચૂંટણીનો ખાર રાખી બે યુવાનો ઉપર જીવલેણ હુમલો

નવ શખ્સો દ્વારા સશસ્ત્ર હુમલો : ઘવાયેલા બે યુવાનોને જી જી હોસ્પિટલ ખસેડાયા: પોલીસ દ્વારા પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં ગત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાના રાજકીય મનદુ:ખમાં શનિવારે મધ્યરાત્રિના સમયે 9 શખ્સોએ બે યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, ગત વિધાનસભા ચૂંટણીમાં જામનગરમાં અપક્ષ ઉમેદવાર તરીકે જુનેદ ચૌહાણે ફોર્મ ભર્યુ હતું. તે બાબતનું રાજકીય મનદુ:ખ અસલમ કરીમ ખીલજી સાથે ચાલતુ હતું. જેના કારણે ગત વર્ષમાં અબ્બુ સુફીયાન કુરેશી ઉપર જીવલેણ હુમલો થયો હતો. તે ફરિયાદનો ખાર રાખી પૂર્વ આયોજિત કાવતરુ રચી શનિવારે મધ્યરાત્રિના સમયે આસિફ બોદુ ખીલજી, નદીમ બોદુ ખીલજી, હસુ મહમદહુશેન વાઘેર, લતીફ ઉર્ફે બાપુ, સાકીર રફિક ખીલજી, એજાજ અબ્બાસ ઉર્ફે ગોકુલ, મકસુદ રજાક પંજા, ઈસ્માઇલ હાસમ ખાટકી અને અકીલ અસગર શેખ નામના નવ શખ્સોએ સશસ્ત્ર હથિયારો સાથે અકીલ અહેમદ ઈકબાલ પંજા અને મુખતાર અબ્બાસ કુરેશી નામના બે યુવનો ઉપર પટણીવાડ વિસ્તારમાં લોખંડના પાઈપ, લાકડાના ધોકા વડે આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. સશસ્ત્ર હુમલામાં લોહીલુહાણ હાલતમાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

બનાવની જાણ થતા પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયો હતો. અને ઘવાયેલા અકીલ અહેમદ પંજાના નિવેદનના આધારે નવ શખ્સો દ્વારા પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular