Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆઇટીઆઇના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો અંગે પ્રતિક ઉપવાસ

આઇટીઆઇના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો અંગે પ્રતિક ઉપવાસ

ગ્રેડ-પે સુધારવા તથા ઉચ્ચતર પગાર ધોરણ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન

- Advertisement -

ગુજરાત રાજ્યની વિવિધ આઇટીઆઇ ખાતે ફરજ બજાવતાં ટેકનિકલ કર્મચારીઓના પડતર પ્રશ્નોનો લાંબા સમયથી નિરાકરણ ન આવતાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી વિરોધ દર્શાવ્યો હતો. જામનગર આઇટીઆઇના કર્મચારીઓ પણ આ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતાં.

- Advertisement -

ગુજરાત રાજ્યની વિવિધ આઇટીઆઇમાં ફરજ બજાવતાં ટેકનિકલ કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ હતી. જેમાં સુપરવાઇઝર, ઇન્સ્ટ્રકરનું પગાર ધોરણ દરેક રાજ્યમાં એકસરખુ રાખવા અને આઇટીઆઇ ઇન્સ્ટ્રકટર/આસી. સ્ટોર કિપરનું પગાર ધોરણ રૂા. 9300-34800 ગ્રેડ-પે 4200/4600 સુધારો કરવા તેમજ વર્ષ 2001માં માનદ્ ઉચ્ચક વેતન પર નિમણૂંક પામેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરના નોકરીના બે વર્ષ સળંગ ગણી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતૉ કોઇ ઉકેલ ન આવતાં આજે જામનગર સહિત રાજ્યની તમામ આઇટીઆઇના કર્મચારીઓ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આગામી તા. 10 સપ્ટેમ્બરના ગાંધીનગર સત્યાગૃહ છાવણી ખાતે ધરણા-પ્રદર્શન કરશે અને તા. 29 સપ્ટેમ્બરના માસસિએલ મૂકી વિરોધ નોંધાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular