ભાણવડ પથંકમાં તા.5 ના સાંજથી વરસાદી માહોલ છવાયા બાદ વાતાવરણમા પલટા સાથે ઝાપટા સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. જે આખી રાત ધીમી ધારે ચાલુ રહ્યો હતો.
હાલ ખેડુતોમાં શિયાળુ પાકોમાં ઘાણા, જીરૂ, એરંડા, કપાસ, ચણા, ધંઉ સહિતના પાકોમાં વ્યાપક નુકશાની તથા પશુઓના ચારામાં પણ નુકસાનની દહેશત જોવા મળી છે. આજે પણ આકાશમાં વાદળો છવાયા છે. ઝરમર ઝાપટા પણ શરૂ છે. કમોસમી વરસાદથી ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે.
વરસાદી માહોલ હોવાથી વિજળી પણ રાતના મોટાભાગે બંધ હોય લોકો પરેશાન થયા હતા. વરસાદી વાતાવરણ અને ઝાંકળના કારણે પાકમાં પણ નુકસાન હોવાના એંઘાણ વર્તાય રહ્યા છે.