હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી માવઠાના કારણે અનેક ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કેટલાક ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલી મગફળી સહિતની ખેત પેદાશ ખેતરોમાં હોવાથી જો આ માવઠું થાય તો તેઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ ધરતીપુત્રો માવઠું ના વરસે તેવી પ્રાર્થના ઈશ્વર સમક્ષ કરી રહ્યા છે.