Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડ તાલુકાના નિકાવા ગામમાં બે શખ્સો દ્વારા ખેડૂત ઉપર હુમલો

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં બે શખ્સો દ્વારા ખેડૂત ઉપર હુમલો

ફેન્સીંગ તાર બાંધવાની બાબતે મામલો બીચકયો : ધોકા અને લાકડી વડે માર માર્યો : ગુપ્ત ભાગે લાત મારી ધમકી આપી

- Advertisement -

કાલાવડ તાલુકાના નિકાવા ગામની બેડક સીમમાં ફેન્સીંગ બાંધવા માટે સમજાવવા જતા ખેડૂત યુવાન ઉપર બે શખ્સોએ લાકડાના ધોકા અને લાકડી વડે હુમલો કરી ગુપ્ત ભાગમાં ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં અને ખેતી કરતા મુકેશભાઈ વાલજીભાઈ રાંક નામનો ખેડૂત યુવાન ગત તા.8 ના રોજ સાંજના સમયે તેની વાડીના સેઢા પાસે ખેતી કામ કરતો હતો તે દરમિયાન કાસમ હુશેન પતાણી અને હાજી હુશેન પતાણી નામના બે શખ્સોએ મુકેશને તુ અમારી માલિકીમાં શા માટે ફેન્સીંગના તાર બાંધીશ તેમ કહેતા ખેડૂત બંને શખ્સોને સમજાવવા ગયો ત્યારે અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડાનો ધોકો તથા લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ ગુપ્તભાગે લાત મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં મુકેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઇ. જેઠવા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular