Wednesday, April 2, 2025
Homeરાજ્યજામનગરમીઠોઈ ગામના ખેતમજૂર પર પાઈપથી હુમલો

મીઠોઈ ગામના ખેતમજૂર પર પાઈપથી હુમલો

ફેકચર સહિતની ઈજાઓ પહોંચાડી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ

લાલપુર તાલુકાના મીઠોઇ ગામે રહેતાં અને ખેતમજૂરી કામ કરતા પ્રૌઢ ઉપર પાઈપ વડે હુમલો કરી ફેકચર સહિતની ઈજાઓ પહોંચાડયાની એક શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા ભરતસિંહ રુપસંગ જાડેજા (ઉ.વ.50) નામના પ્રૌઢ દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં મીઠોઇ ગામમાં રહેતાં મયુરસિંહ બટુકસિંહ ગોહિલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 26 માર્ચના રોજ સાંજના સમયે આરોપી ફરિયાદીના ઘરે જતા ફરિયાદીએ કહ્યું હતું કે, તું મારા ઘરે આવતો નહીં તેમ કહી કાઢી મુકતા આરોપીએ ફરિયાદીના ઘરની બહાર જાહેર રસ્તામાં ઉભા રહીને અપશબ્દો બોલી અશ્ર્લીલ ઈશારાઓ કર્યા હતા. તેમજ ફરિયાદી ભરતસિંહ પોતે મોટરસાઈકલ લઇને ગામમાં દુકાને જતા હોય ત્યારે આરોપી ગાત્રાળ માતાજીના મંદિરની સામે સમાજવાડી જવાના રસ્તા પાસે ઉભો હોય ફરિયાદીએ ત્યાં મોટરસાઈકલ ઉભુ રાખતા આરોપીએ ફરિયાદીને અપશબ્દ બોલી પાઈપ વડે હુમલો કરી કપાળ, પડખા, પગના ભાગે ઘા મારી દીધા હતાં અને ફેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.

- Advertisement -

આ અંગે ભરતસિંહ દ્વારા મયુરસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા મેઘપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular