Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયાના બારા ગામેથી માતાના મઢ (કચ્છ) માટે પદયાત્રીઓને વિદાય

ખંભાળિયાના બારા ગામેથી માતાના મઢ (કચ્છ) માટે પદયાત્રીઓને વિદાય

21 વર્ષથી પદયાત્રાની પરંપરા અવિરત

ખંભાળિયા તાલુકાના બારા ગામેથી વર્ષ 2001 થી આશાપુરા મિત્ર મંડળ પદયાત્રા ગ્રુપ કે જેની શરૂઆત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાએ કરી હતી, આ પદયાત્રા તેમના દ્વારા અન્ય શ્રદ્ધાળુઓ સાથે છેલ્લા 17 વર્ષથી અવિરત રીતે ચાલુ રાખવામાં આવી છે.
માતાના મઢ (કચ્છ) ની આ પદયાત્રા 2001 થી 2022 સુધી એક પણ વર્ષ ખંડિત ન થતા આશાપુરા મિત્ર મંડળ પદયાત્રી ગ્રુપ તેમના સાથ-સહકારથી સતત 21 વર્ષથી તેમનું ગ્રુપ તે યુવા મિત્રો ચલાવી રહ્યા છે.
આ ટીમના કાર્યકરો સિધ્ધરાજ સિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા,જયદીપ સિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, ચંદ્રેશ મથ્થર કાર્યરત છે.
આ માટે સ્વયંસેવકો ડી.કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, બ્રિજરાજસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, સ્વ. ભરતસિંહ વાઘેલાની જહેમત નોંધનીય બની રહી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular